*🤝🏻🤝🏻સમાજ🤝🏻🤝🏻* *👉🏻સમાજ એટલે શું?*
*🤝🏻🤝🏻સમાજ🤝🏻🤝🏻*
*👉🏻સમાજ એટલે શું?*
સમાજ એટલે એક પરિવાર જ્યાં સંબંધોના મૂલ્ય જળવાય છે અને સંબંધોની માવજત થાય છે. સમાજની સુવ્યવસ્થા થકી સુવ્યવસ્થિત રાષ્ટ્રનું નિર્માણ થાય છે.
*👉🏻સમાજના પાયા*
કોઈ પણ સમાજ તેના ચાર પાયા ઉપર ટકેલો છે, આ ચાર પાયાની જાળવણી અને વિકાસની જવાબદારી દરેક સામાજિક પ્રાણી માત્રની છે.
*સંસ્કાર-* સમાજનો પ્રથમ પાયો છે સંસ્કાર, પરિવાર થકી મળેલ સંસ્કારથી સુદ્રઢ વ્યક્તિત્વનું ઘડતર થાય છે અને એવા વ્યક્તિત્વના સમુહથી બનેલ સમાજની નિવ સંસ્કાર ઉપર ચણાય છે અને એ સંસ્કારિક સમાજ નગર અને દેશને પોતાના સંસ્કાર થકી મહામુલું યોગદાન આપે છે.
*સંસ્કૃતિ-* સમાજનો બીજો પાયો છે તેની સંસ્કૃતિ. સમાજના સિદ્ધાંતો, યોગ્ય રિવાજો,પરંપરાને સાચવી તેનું આવનાર પેઢીમાં ઉતારવું એ સંસ્કૃતિ છે અને ભારત દેશનું અમૂલ્ય ઘરેણું સંસ્કૃતિ છે. આજના આધુનિક અને પશ્ચિમી વિચારધારાના સમયમાં દરેક સમાજને દુષણોમુક્ત બનાવી સમાજ તથા સમાજ થકી રાષ્ટ્રને શોભાયમાન બનાવે છે.
*એકતા-* એકતા એ સમાજનો સૌથી અગત્યનો પાયો છે. સમાજની અંદરોઅંદરની એકતા તથા સમાજ સમાજ વચ્ચે એકતા અને સમરસતા રાષ્ટ્રને અખંડ અને એક બનાવી રાષ્ટ્રને સમગ્ર વિશ્વમાં મહાશક્તિ બનાવે છે. અંગત મતભેદો, રાજકીય વિચારધારાઓ, આંતરિક દ્વેષમાં સમાજની એકતા ક્યારેય તૂટવી ના જોઈએ તો જ એ સમાજ વિકાસ તરફ હરણફાળ ભરી શકે છે , બાકી અંદરો અંદર વિચારધારાથી પીડાતા વ્યક્તિઓનો બનેલ સમાજ એ સમાજના ભાગલા પાડી સમાજને દયનિય પરિસ્થિતિમાં મૂકી અને તે સમાજના વિકાસ પર કદાચ પૂર્ણવિરામ પણ મૂકી શકે છે.
*સત્કર્મ અને નીતિ પાલન-* સમાજનો અંતિમ પાયો છે તેના કર્મ અને નીતિ. કોઈ પણ સમાજ એના કર્મો તથા નીતિમત્તાથી જાણીતો બને છે. સમય ગમે તેટલો મોર્ડન થાય, વિજ્ઞાન ગમે તેટલું જ્ઞાન ફેલાવે પરંતુ કુદરત પ્રત્યેની આસ્થા,વિશ્વાસ , માતા-પિતાને આદર ,સંબંધોમાં લાગણીના મૂલ્ય સમજી આગળ વધવું એ જ સત્કર્મ અને નીતિ છે અને આ ઘડતરથી ઘડાયેલ માનવી એક સુંદર અને સ્વચ્છ સમાજના નિર્માણ માટે સહાયક બની શકે છે.
*👉🏻સમાજ ઘડતર માટે બાધારૂપ-*
સમાજના ચાર પાયાની જાળવણી સમાજને મજબૂત બનાવે છે પરંતુ ઘણી વખત આ ચાર પાયામાં ઉંધઇ રૂપ બને છે સમાજમાં વ્યસન અને કુરિવાજો, સમાજને વ્યસનમુક્ત બનાવવું અને સમાજ અને દેશની કાલ એવા યુવાનોને સાચી દિશા બતાવવી અનિવાર્ય છે સાથે સાથે દરેક સમાજ પોતાના બનેલા રિવાજોનું પાલન કરે જ છે અને કરવું જ જોઈએ પરંતુ આ રિવાજો કુરિવાજ બની સમાજમાં બદી ના ફેલાવે એ પણ જોવું જ રહ્યું.
આપણે જે સમાજમાં જન્મ લીધો છે એનું આપણા પર ઋણ છે એના વિકાસ માટે આપણે દરેકે યથાયોગ્ય યોગદાન આપવું જ જોઈએ અને સમાજવાદની વિચારધારાને સમર્થન આપવું જ જોઈએ પરંતું તેને ચુસ્ત વિચારધારા બનાવી અન્ય સમાજનો વિરોધ તેની વિચારધારાનો વિરોધ ના કરવો જોઈએ અને જાતિવાદને સમર્થન ના આપવું જોઈએ, એ વિચારધારા કદાચિત સમાજને પછાત બનાવશે અને આજના સમાન હક ધરાવતા બંધારણમાં પણ એ સમાજ વિકાસ નહિ કરી શકે.
🙏🏻અસ્તુ 🙏🏻
🚩રાજકેશરિયા🚩
રણજિતસિંહ જે રાજપૂત
9377012340 9328812340
આપના વિચારોને દિલથી વંદન 🙏
जवाब देंहटाएंઆપના જેવા સમાજ પ્રેમી ની આ સમાજના લોકો ને જાગૃત કરવા માટે ખૂબ આવશ્યક જરુર છે આવા જ વિચારો સાથે આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી માઁ ભવાની ને પ્રાથના છે
જય માઁ ભવાની 🙏
your thinking is very good!God bless you.
जवाब देंहटाएंYour thinking is nice
जवाब देंहटाएं