સમાજ નું સપનું
🧖♂🌹સપનું 🌹🧖♂
આજે સપનું મોડી રાતનું આવ્યુ..
હસવું એક વાતનું આવ્યુ..
રડવું માનવજાતનું આવ્યુ..
તૈતાલીસ વરસે તરતા શીખ્યા તોય..
ડુબાડનારાઓનું ટોળુ ખાસ આવ્યું.
વન-વગડામાં રહ્યો હુ સાવ એકલો..
અકળામણ આ એકલતાનું આવ્યું.
આમંત્રણ મારી નાતનું આવ્યું..
આયોજન ભાત-ભાતનું આવ્યું..
બંધા-બંધારણની ઘણી જરૂર છે ભાઈઓ..
બારમું તેરમું બંધ કરો આવું કંઈક સાંભળવામાં આવ્યું.
પણ અત્યારે આધુનિક પેઢીની વિકૄત-વિચારધારા સાવ અલગ છે..👇👇👇
પૈસાનો પુરેપુરો પ્રબંધ કરો..
રુપિયા આપે તોજ દીકરીનો સંબંધ કરો..
* * * * * * * * * * * * * * * *
પણ નાના મોંઢે મોટી વાત કરુ છુ..
આવુ ચાલે છે દરેક સમાજ માં આ પ્રથા ને હવે બંધ કરો..
અને શરમ કરો સાહેબ..કોને- કેટલો બંધારણનો અમલ કયોઁ.. એનો કોઈ હિસાબ છે ખરો..??
અકાળે મોત હવે માનવતાનું આવ્યું..
લાડલીને વેચવા નીકળ્યો હાટડીએ..ગણિત હવે માલ-મત્તાનું આવ્યું.
સગપણમાં સાટુ માંગે...
ઘણું બધુ એકસામટું માંગે...
સમજણ અને સંસ્કાર વિના ચાલશે પણ..
જમીન,નોકરી અને મકાન ઘણું મોટું માંગે.
ચાર કિલો ચાંદી ,સોનું સવા-સેર માંગે...
ગામડામાં નઇ ફાવે મારી દીકરીને..સગાઈમાં સજ્જન.. શહેર માંગે.
પણ ખોટું ના લગાડતા સજ્જન સિંહો...
પછી ખોટ સવા-શેરની પડે..
ત્યાં સવા-સેર સોનું શુ કામનું..??
અને અત્યારે દરેક સમાજ માં દિકરીની અછત છે એ સૌ કોઇ જાણે છે.પણ આપણા ઘરે દિકરી હોય એટલે એવું કે છોકરાના મા-બાપ દેવું કરીને પણ પૈસા આપે તો જ દિકરી આપવી..!!
દિકરી ની અછતની ચિંતા કરીને તો સરકારે દરેક સમાજને સૂત્ર આપ્યું છે કે "બેટી બચાવો બેટી પઢાવો "..પણ આપણે સમાજને ખોટું સૂત્ર આપી રહ્યા છીએ કે "બેટી બચાવો પૈસા પડાવો"..
શુ આ વ્યાજબી છે..??
શુ આપણી આ લાયકાત છે..??
કંઇક તો શરમ કરો..🙏🙏🙏
અને પાછું મોઢે માંગીને લેવાનું કે મારી દિકરી ને તમારે આટલા તોલા સોનું તો ચડાવવું જ પડશે અને મોઢું મચકોડીને બોલવાનું કે..સોનું તો પછી તમારા ઘરે જ પાછું આવવાનું છે ને..!!
વેવાઇ થતાં પહેલા જ વેવાણે મારી નાખ્યા..!!
પણ છોકરાના મા-બાપનો તો છુટકો જ નથી..ના આપે તો કુંવર સાહેબ કુંવારા રહે એવી સમસ્યા હતી.બીજી બાજુ છુટ્ટાની સમસ્યા હતી તો પછી કરવું શુ..??
પરઘોર માં જાવું નથી , સમાજ નો મોહ હતો.અને હોય એ સ્વાભાવિક છે. સમાજનો મોહ કોને ના હોય..!!
અને પછી જેમ-તેમ કરી , ભઇલા-બાપા કરી , માથે દેણું કરી, ભારે પીડા સહન કરીને પણ પુત્રને હોંશભેર પરણાવે છે.
શું આ પિતાની પીડા આપણાં સમાજની પીડા નથી..??
સમાજનાં મહાનુભાવોએ આ પીડા-દાયક પરિસ્થિતિનો વિચાર અને બંધારણ કયુઁ ખરુ..??
અને બીજું એ કે દિકરીવાળા એવું કેમ નથી વિચારતા કે જે ઘરે તમે વહાલસોયી દિકરી આપવાના છો એ ઘર તો તમે લુંટી લીધું, હતું એટલું પડાવી લીધુ..તો પછી દિકરીને તો ઇ' ઘરે મજુરી જ કરવાની કે બીજું કંઈ..!!
આપણા સમાજને અજગરની માફક ભરખી રહેલો આ ગંભીર મુદ્રો છે.આ મુદ્દા પર જલ્દીથી બંધારણ થાય એવી આશા રાખું છું.
અને આ વિકટ અને વિકરાળ પ્રશ્ર મારો કે મારા પાડોશીનો નથી પણ સમાજ ના દરેક સભ્યનો છે.
અત્રે વણઁવેલ સમાજના દરેક ઝેરી દુષણો સત્વરે નેસ્ત-નાબુદ થાય એવી સમાજને અપીલ કરુ છુ.
કેટ-કેટલાય સોદા કયાઁ..
વિવાહ બહું મોંઘા કયાઁ..
રુદન હવે વિદાય અને વલોપાતનું આવ્યું..
પણ હરખ હજી છીનવી લીધેલા સૌગાતનું આવ્યું.
દેખા-દેખી માં દેણું કયુઁ...
લાખોનું ઝિયાણું કયુઁ..
સમાજ શુ કહેશે એ ભ્રમ માં સૌ કોઈ લુંટાઈ ગયા..
વટ પાડવાના શોખ માં જાણી જોઈને ઘસાઈ ગયા.
ખચઁ કરીને ખાલી થયા..સમણું હવે બચતનું આવ્યું..
અંત ટાણે ભાઈ ને હવે..ભાન પોતાની ઔકાતનું આવ્યું.
વરઘોડાનો હવે વાંધો પડ્યો..
સમાજને સુખી થવાનો સાંધો મળ્યો..
પણ પાટીઁ માં શરાબનું સેવન કરીને ના રમશો..એવુ કહેવાનો કોને મોકો નથી મળ્યો..??
બહેન-દિકરીઓ હજીંપણ નૃત્યાંગના માફક ડાન્સ કરે છે..
કોઈએ વિરોધ કયોઁ ખરો..??
દરેક સમાજનું કડવું સત્ય..
નિઁવ્યસનીની ગાંડા માં ગણના થાય છે..જ્યારે શરાબના શોખીનોની હાઈ-ફાઈ માં ગણના થાય છે.
સમાજને બંધા-બંધારણની જરૂર નથી પણ..
અતિ સુધરી ગયેલા લોકોને સમજણની જરૂર છે.
ખોટું ત્યારે લાગે છે જ્યારે લોકો આપણને સમજી નથી શકતા..
ઇ" થી પણ વધારે ખોટું ત્યારે લાગે છે જ્યારે બધું જાણતા હોવા છતાં સાચું નથી કહેતા.
માના કે દુનિયા જાલીમ હૈ પર કહી ફરિશ્તા ભી તો નજર નહી આતા..!!!
મોંઘીદાટ ગાડી લાવવાનો ખચઁ નથી નડતો પણ માં-બાપનું ટાણું કરવામાં ખચઁ નડે છે..!!
વાહ..સુધરેલ સમાજના સજઁનહાર..
હું કોઈ બંધારણનો વિરોધી નથી પણ દિકરી ના સગપણમાં સામે પક્ષવાળાની લાખોની લૂંટ કરો છો એનો હુ સખ્ત વિરોધ કરુ છું.
ઘરમાં આટો છે પણ સંસ્કારનો છાંટો નથી તોય દિકરી ને ત્યાં આપવી છે એવી સૌ કોઈની વિચારધારા છે.
સરકારી નોકરી હોય,સુખી સંપન્ન હોય,દેખાવડો હોય,સીટી માં ઘર હોય,વટ પાડે એવો વર હોય અને એ પણ સધ્ધર હોય,સમાજ માં માન-પાન હોય..એની જ મારા ઘરે જાન હોય.
સમાજની આ માનસિકતા જ મધ્યમવર્ગ ને મારી રહી છે જેનો હુ વિરોધ કરુ છું.
લાંબી જીભ અને ટૂંકા વસ્ત્રોનો હું વિરોધ કરુ છુ..
કુટુંબ અને સમાજનો મોભો સદાય જાળવી રાખજો..એવી દરેક ભાઈ-બંધુઓને આજીજી કરુ છું.
સમાજ માં છુટાછેડાનું પ્રમાણ એટલું બધુ વધી ગયું છે કે ના પુછો વાત.
સગાઇ થઇ ગઇ, લગન થઇ ગયા,બે-ત્રણ વરસ વિતી ગયા.છોકરાને છોકરી કાળી લાગે,છોકરીને છોકરો કાળો લાગે.
અરે..ઓ રૂપ-રૂપનાં અંબારો તમે આ ધરતી પર શુ કામ લગ્ન કયાઁ..?? સ્વગઁ માં જઇને પરણ્યાં હોત તો..!!
બસ..તરત જ છુટાછેડા..જાણે ઢીંગલા ઢીંગલી ના ખેલ માંડ્યા હોય એમ..!!
અને પાછી યુવાપેઢીની વિચારસરણી તો જુઓ..
સારી નોકરી મળે કે ઉંચી પોસ્ટ મળે તોય છુટાછેડા..જેવી પાયરી એવી બાયડી..આવી વાહિયાત વિચારશક્તિથી પોતાની જાતને મહાન ગણે છે.
અને વળી પોતાનો વાંક હોવા છતાંય આખા સબ-સ્ટેશનનો પોતાના માં પાવર ભયોઁ હોય એવી રીતે બોલે...કે આપણે છુટાછેડા આપવાના છે , રુપિયા બોલો કેટલા જોઇએ છે..??
હા...જાણે બિલ ગેટ્સનો ભાણીયો હોય એમ..!!!
બંધારણના ઘડવૈયા અને મહા-મહેનતે આયોજન કરનાર દરેક વડીલો ને દિલ થી વંદન કરુ છું.આપ સૌના અથાક પરિશ્રમ થકી નવા નિયમોનું જે પાલન થવા જઇ રહ્યુ છે તે અતિ-શોભનીય છે.
બંધારણને સફળ બનાવવાં પાછળ સમાજના જે વડીલો અને યુવા-મિત્રો એ જે પોતાનો કિંમતી સમય અને જે યોગદાન આપ્યુ છે તે સરાહનીય છે.. ગામે-ગામ ફરી ને લોકોને સમજાવવામાં જે આપ લોકોને તકલીફ પડી છે,જે આપે સહન કયુઁ છે તે બદલ આપ સૌનો હ્રદયનાં ભાવથી આભાર વ્યક્ત કરું છું.
સમાજના વિકાસ માટે કરેલા બંધારણમાં હું કોઈ બાધા નાખવા નથી માંગતો પણ મનચલા માનવીઓ લાગણીની લીલોતરી માં લપસી પડશે..એમને તો માંગણી નો રંગ-મહેલ જોઇએ છે.
દીકરી ઘરની લક્ષ્મી કહેવાય એ અનમોલ આભુષણને કલંક લગાડવા કેમ બેઠા છો..??
દિકરી ને અતિ છૂટ-છાટ આપવી એ કેટલાં અંશે વ્યાજબી છે..??
આધુનિક પેઢીને આ વાત દવા જેવી કડવી લાગશે પણ મને જે દુખ્યું.. ઇ" મેં લખ્યું.
સૌ-કોઈ વેસ્ટનઁની વિકૃતિ પાછળ પાગલ છે..છતાંય સમાજ આ બાબતે મૌન કેમ છે ઇ' સમજાતું નથી.
હું સમાજનું એક અભિન્ન અંગ છું એટલે ચિંતા કરુ છુ.આથિઁક રીતે સધ્ધર અને સજાગ એવા મારા સમાજની દિશા અને દશા ના બદલાય એની હર-પલ ફીકર કરું છું.
સમાજનો મધ્યમ વગઁ ખોટા ખચાઁ થી બચે એ હેતુસર આપના કાયઁ ને સમાજ વતી બિરદાવુ છું.
સમાજ એ હાથીનો પગ છે એ સારી રીતે જાણું છુ,સમાજ થકી આપણે સૌ ઉજળા છીએ એ સૌ કોઇ જાણે છે અને માને છે.પરિણામ ગમે તે આવે પણ આપણે સૌ એક થઇ ને લડાઇ લડતા આવ્યા છીએ અને લડતા રહીંશું.અને દરેક ના સાથ થકી આપણને સો-ટકા સફળતા મળતી આવી છે.
બંધારણના નિયમો બનાવનાર અને અગ્રિમતા આપનાર વડીલોથી મને કોઇ વાંધો-વચકો નથી પરંતુ સમાજ માં આજે એવા ધણાંય દુષણો છે જેનો કાયદેસરનો વિરોધ થવો જોઇએ..પણ સાચું કોઇ ને કહેવું નથી..બસ આ વાતથી સૌ-કોઈ હતાશ છે.
દિવસો વીતતાં જાય એમ છોકરી હવે સીધી-સાદી લાગે કે પછી છોકરો સાદો લાગે એટલે કોઇ કારણ વિના જે પક્ષ દુબળો હોય એનુ જાણી જોઇને શોષણ થાય છે એ દરેક જાણે છે પણ સાચું કહેવાની કોઇના માં હિંમત નથી..કારણ કે એમને મન એમની કોઈ કિંમત નથી એટલે..
આપણો સમાજ સમજું અને લાગણીશીલ છે,કોઇની ટીકા-ટીપ્પણી નથી કરતો કે નથી કોઇની ખોટી વગોવણી કરતો પરંતુ દરેક ને ખોટો ભપકો દેખાડીને મોટું થવું છે..પોતાનું અલગ સ્ટેટસ બતાવવું છે...હું કાંઇક છું એવું ખોટું ચિત્ર બતાવવું છે.
જેવી તમારી આવક છે એવો પ્રસંગ કરો કોણ તમારી ટીકા કરે છે..??
જેવી સંપતિ છે એવું સાદું ભોજન રાખો..કોણ તમારા ઘરે જમવા નથી બેસતુ..??
પણ ના..સૌને સો-વિઘાવાળાની સાઇડ કાપવી છે..!!
બસ આપણે દુ:ખ અહિંથી ઉભું કરવી છીએ.અત્યારે કોઇને નાનું થાવું કે બીજાથી પાછળ રહેવું ગમતું નથી.
અને હું તો સમાજ વતી એટલું જ કહું છું કે જેને જે કરવું હોય તે કરવા દો..ખોટા મોભા થી મોટા થવા દો.આ લોકો વાયાઁ નઇ રે' પણ હાયાઁ રે'વાના.
અતિ તેજ મારતો આકાશનો તારો પણ ખરી જાય છે તો પછી આપણે તો માણસ છીએ..!!
સમાજ માં ઘણાં પ્લસ પોઈન્ટ છે..માઇનસ પોઇન્ટ તો અમુક માનસિક રોગીઓએ ઉભા કરેલા લેશમાત્ર છે.ગામ હોય ત્યાં ઉકરડા હોય એ સ્વાભાવિક છે પરંતુ એ ઉકરડા ને નજર-અંદાજ કરી દો..આપો-આપ નાનો થઇ જશે.
હું કોઈ વિરોધાભાસીની વાત નથી કરતો પણ કુદરતે એટલી તો સમજણ શક્તિ આપી છે કે જે મા-બાપે આપણને લાડકોડથી મોટા કયાઁ છે એમની સામે નાના બની રહેવામાં મજા છે અને એમની દરેક ઇચ્છા પુરી કરવી એ આપણી ફરજ છે.
હું કોઈ સલાહકાર નથી કે સમાજનો ઠેકેદાર નથી પણ..
દિલ માં ધણી આગ છે..
ચો-તરફ ભાગમ-ભાગ છે..
કોઈ કળાયલ મોર તો કોઈ કાળો કાગ છે..
પણ..સૌનો એક રાગ છે..
મારો સમાજ હસતો-ખીલતો બાગ છે..
બાકી ખામીઓ શોધવાવાળા તો કહેતા ફરશે કે..પેલા ચાંદ માં પણ દાગ છે.
ઘણાંય ને આ વાત પચ નઇ પડે પણ સાચું અને સારુ લાગે તો આગળ શેર કરજો..
🙏🙏જય ભવાની🙏🙏
🌹🌹🌷🌻🌻🌷🌹🌹
👉એક સમાજ સેવક👈
🚩રાજકેશરિયા🚩
9377012340
9328812340
Leave a Comment