เชธાเชšું เช•เชนુเชจે เชคો. .


બલિદાન ની વાતો કરવી.....
એના પર શાયરીઓ બનાવવી ..
બલિદાણીઓના વખાણ કરવા..
બહુ સહેલું છે...

ક્યારેક એની કલ્પના તો કરી જુઓ..

ભગતસિંહ ...ની ભૂખ યાત્રા...
આઝાદ ની...મક્કમતા...
સાવરકર ની..સિંહવૃત્તિ

સુખદેવ...રાજગુરુ...ઢીંગરા ની..એ ખુમારી....

પ્રતાપ.. નું ગુમાન
શિવાજી ....ની મહાનતા

અરે....કાળજા બલી જાય.... રુવાડા સળગી ઉઠે ...જ્યારે ઉદયપુરમાં  હજારો ક્ષત્રિયાનીઓનું જોહર કુદ કો મારીને ખુંપી જાય...

ત્યાં જાવ ને જો ઇતિહાસ વાંચેલો નહીં પણ પચાવેલો હશેને તો ...એના ભડ ભડ એ પવિત્ર દેહો બલવાનો અવાજ હજુ પણ તમારા કાનમાં સંભળાય... એ નારીઓને શીલ શુ એટલું  વાલુ હશે !!!?????

કુમારિલ ભટ્ટ જ્યારે જીવતા શેકાતા હશે.....ત્યારે એને શુ આનંદ મળતો હશે !!!!!

શેકાવાની વાત છે હો.......આપઘાત નથી...

પન્ના ધાય...છેલૈયો
એ દેવાયત બોદલ...
ને મરવાની શુ હેલી લાગી હશે !!!

શુ હશે એ કસુંબીનો રંગ ને રસ....

કયારેક.. ..ગરમ દીવાસળી ને અડી તો જુઓ ...

ક્યારેક એ શૂળીને હાથમાં તો પકડી જુઓ...

ક્યારેક નાની અમથી સોયની ...અણી હાથે તો ખોપી જુઓ...

શુનદાવાની....શેકવાની...કાપવાની ને કપાવવાની વાત તો દૂર રહી..

ક્યારેક થોડા દિવસ ભૂખ્યા તો રહી જુઓ.....

કીડી કરડે ને કૂદકો મારીએ....
એ સિંહની આંખોમાં તો જોઈ જુઓ...

કૂતરું ભસે ને ભોમ કુદી જઈએ...
જરા સિંહણ ના દૂધની નહી એની પાસે તો જય જુઓ...

એક વાર મેઘાણી ની રસધાર વાંચી જોજો.....એ કલ્પનાની નહીં...પણ કાળને કકડાવીને કંડારી દે એવાં કાળજાની વાત છે.....

એટલે જ....
કવિ કાગ કહેતા હશે...

ધડ ધીંગાને જેના માથા મસાલે એના પાલિયા થઈને રે પૂજાવું
ઘડવૈયા મારે ઠાકરજી નથી થવું...

બલિદાનોના વાતો કરવી જ સહલી છે....
ક્યારેક.......વિચારી તો જોજો..

เค•ोเคˆ เคŸिเคช्เคชเคฃी เคจเคนीं

Blogger เคฆ्เคตाเคฐा เคธंเคšाเคฒिเคค.