क्षत्रिय
- ક્ષત્રીઓ ની ખાનદાની - ક્ષત્રી ના સંસ્કાર હતાં.. આખો દેશ તણો જે આધાર હતાં વાતદાર જે જાગીરદાર હતાં.. વીરતા તણા વારસદાર હતાં કર ઢાળ અને તલવાર હતાં.. યુદ્ધ મામલે આપ તૈયાર હતાં મોહ સર્વ તાજી મારનાર હતાં.. રાજપૂત એ રક્ષણહાર હતાં.. (1)ગુણવાન મહા બળવાન હતાં.. શુરવીર ના જે સંતાન હતાં દિલોજાન અને ખાનદાન હતાં.. નાડીપાક અને નીતિવાન હતાં ઇષ્ટદેવ પ્રત્યે નિષ્ઠાવાન હતાં.. ધ્યાન કાયમ એ ધરનાર હતાં.. (2)સન્માન થતા મીજ્માન તણા.. ખાન પાનમાં એના સમાન નહિ એના દાન નાં જો અનુમાન કરો... કીર્તિ માં એ કુળવાન નહિ એક વચન ના અરમાન હતાં.. જેના દીલડા ઝાઝરમાન હતાં.. (3)કરે વાદ ઓખાદ એની બગડે.. રાખેયાદ એવી જાયદાદ દિયે મરજાદ માં બાદ કઢાય નહિ.. ઔલાદ અબાદ માં ધ્યાન દિયે સહુ કોઈ ના એ સાદ સાંભળતા.. જે મુરાદ પૂરી કરનાર હતાં .. (4)પાણી રાખવા ખાસ પ્રયત્ન કરે.. નવજીવ જુવાનીનું જત્ન કરે પાણીપત માં કૈક નું પત્ન કરે.. પ્રાણજતો કરે નિજ વત્ન પરે કવિ "કાન" એ હિમતવાન થઇ.. રણજંગ માં ઝૂઝણહાર હતાં.. #_જય_ક્ષાત્રધમઁ #_ખમીરવંતા
Leave a Comment